ભારત માતાએ અનેક અનોખા પુત્રોને જન્મ આપ્યો છે. તેઓ પોતાના કર્મ-બંધનમાં બંધાઈને નહીં, સંસારને એક સંદેશ આપવા માટે આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ એ બધામાં વિરલા છે. તેઓ સ્વયંસિદ્ધ છે, એ એમણે પોતાના સમયમાં જ સાબિત કરી દીધું હતું. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, હિન્દ મહાસાગરના તળનું બધું કીચડ જો અંગ્રેજોના મ્હોં પર મળી દેવામાં આવે, તો પણ તે ઓછું થશે. એમણે એનાથી ક્યાંય વધારે મારી માઁને કલંકિત કરી છે. માઁના સન્માનની રક્ષા માટે, પોતાના દેશથી સહસ્ત્રો યોજન દૂર, શબ્દોના માધ્યમથી એક મહાસંગ્રામ છેડવાવાળા યોદ્ધાના જીવન પર લખવામાં આવેલી એક અદ્ભુત નવલકથા, જેમાં લેખકનું પોતાના નાયકથી અવિસ્મરણીય તાદાત્મ્ય થયું છે. આવો, વાંચીએ સદીના સર્વાધિક વિખ્યાત યોદ્ધા સંન્યાસીની મહાગાથા.
- | Author: Narendra Kohli
- | Publisher: Diamond Pocket Books Pvt Ltd
- | Publication Date: Feb 27, 2025
- | Number of Pages: 00330 pages
- | Binding: Paperback or Softback
- | ISBN-10: 9385975943
- | ISBN-13: 9789385975943